નિરોણા પો.સ્ટે. કેબલચોરીના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ,પશ્ચિમ કચ્છ-ભુજના ઓએ પેરોલ ફર્લો,વચગાળા,જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા પો.કોન્સ ઉપેન્દ્રસિંહ ઝાલાનાઓને ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે.
નિરોણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૦૧૦૮/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૩૨૪(૫) વિ.ના મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી નામ સિકંદર જુસબ ત્રાયા,ઉ.વ.૨૮,ધંધો- મજુરી, રહે. હંગામી આવાસ સેક્ટર ૧ ભુજ વાળો હાલમાં મોટા બંધ ભુજ પાસે આવેલ હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નિરોણા પો.સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે અને આરોપીને ભુજ શહેર એ ડિવિ પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.
ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે. બારીયા તથા એ.એસ.આઇ. હરીલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા વિમલભાઇ ગોડેશ્વર તથા પો.કોન્સ ઉપેંદ્રસિંહ ઝાલા નાઓ જોડાયેલ હતા.
આરોપીનો ગુનાહિત ઇતીહાસ:-
(૧) ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે ગુ.ર.નં-૦૬૦૫/૨૦૨૪ આઇ.પી.સી.કલમ-૩૭૯ વિ મુજબ
(૨) માધાપર પો.સ્ટે ગુ.૨.નં-૦૫૪૧/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) વિ. મુજબ.
(3) પ્રાગપર પો.સ્ટે ગુ.ર.નં-૦૨૫૧/૨૦૨૪ જી. પી.એક્ટ કલમ-૧૨૨(સી) મુજબ.
(૪) ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે ગુ.ર.નં-૦૮૪૦/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૨૭૯ તથા એમ.વી.એક્ટ કલમ-૧૭૭,૮૪ વિ. મુજબ.
(૫) ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે ગુ ર.નં-૦૫૦૫/૨૦૨૨ પ્રોહિબિશન કલમ-૬૫(એ)(એ), ૯૮(૨) વિ.મુજબ.
(૬) મધાપર પો.સ્ટે ગુ.ર.નં-૦૩૧૫/૨૦૨૨ પ્રોહિબિશન કલમ-૬૫(એ) (એ).૯૮(૨) વિ. મુજબ
(૭) ભુજ શહેર એ ડિવિ પો.સ્ટે સી પાર્ટ ગુ.ર.નં-૦૦૫૦/૨૦૨૨ પ્રોહિબિશન કલમ-૬૬(૧)(બી), ૮૫ મુજબ.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
