ભચાઉના શિવલખામાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ અંતિમ વાટ પકડી

sus

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ શિવલખામાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ અંતિમ વાટ પકડી લીધી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભચાઉના શિવલખાના સીમ વિસ્તારમાં બિહારના રાહુલકુમાર નામના યુવાને અંતિમ પગલું ભરી લીધું હતું.  આ  શ્રમિકે લીમડાના ઝાડમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.