માંડવીના ફરાદીમાં બે પવનચક્કીમાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી દેતાં 7.12 લાખનું નુકશાન
copy image

માંડવી ખાતે આવેલ ફરાદીમાં બે પવનચક્કીમાં કોઈ અજાણ્યા ઈસમે આગ લગાડી દીધી હોવાનો બનાવ સામે આવી રહ્યો છે, ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી ખાતે આવેલ ફરાદી ગામના સીમ વિસ્તારમાં આવેલ બે પવનચક્કીમાં કોઈ શખ્સે આગા લાગાડી દેતાં રૂા. 7,12,000નું નુકશાન થયું હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરાદીની સીમમાં રિન્યુ પાવર પ્રાઈવેટ લિમિટેડ કંપનીની બે પવનચક્કીમાં કોઈ શખ્સે ઈરાદાપૂર્વક આગ લગાડી દીધી હતી. આ બનાવમાં રૂા. 7,12,000નું આર્થિક નુકસાન થયું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
