ચેક પરતના કેસમાં આરોપી શખ્સને બે વર્ષની કેદ

copy image

copy image

ચેક પરતના કેસમાં આરોપી શખ્સને બે વર્ષની કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના ફરિયાદી નૂરમામદ અલીમામદ ખત્રીએ આરોપી શખ્સને વર્ષ 2022માં ઊછીના રૂા. નવ લાખ આપેલ હતા જેના બાદલામાં આપવામાં આવેલ બે ચેક પરત ફર્યા હતા. બંને ચેક પરત ફરતા આ અંગે કોર્ટમાં અરજી કરવામાં આવેલ આવેલ હતી. કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવીને બે વર્ષની કેદ તેમજ રૂા. 10,80,000 ફરિયાદીને ચૂકવવા તથા રૂા. 40,000 સરકારી ફંડમાં જમા કરાવવાનો આદેશ જાહેર કર્યો હતો. ઉપરાંત જો આમ ન કરવામાં આવે તો વધુ છ માસની સજાનો હુકમ જાહેર કર્યો હતો.