ભુજના કેરા ગામમાંથી જાહેરમાં આંકડો લેતો શખ્સ દબોચાયો

jugar

copy image

jugar
copy image

ભુજ ખાતે આવેલ કેરા ગામમાંથી જાહેરમાં આંકડો લેતા એક ઈશમને પોલીસે દબોચી લીધો છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમણે ખાનગી રાહે  બાતમી મળેલ હતી કે, કેરામાં બસ સ્ટેશન નજીક જાહેરમાં કોઈ ઈશમ ચિઠ્ઠી વડે વરલી મટકાનો આંક ફરકનો હારજીતનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી આ જાહેરમાં આંકડો લેતા આ શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી રોકડ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-