પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ ભુજ ખાતે દેશભક્તિ ગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો…

26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ભૂજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા દેશભક્તિ ગીતો સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો…

પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક વિકાસ સુંડાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ભવ્ય કાર્યક્રમમાં ભૂજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, DDO શ્રી પ્રજાપતિ, ભૂજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, BSFના અધિકારી શ્રી, જિલ્લા મુખ્ય સરકારી વકીલ શ્રી જાડેજા, તેમજ અંગદનના પ્રણેતા દિલીપ દાદા, ભાજપના અગ્રણીશ્રીઓ રાહુલ ગોર, તાપસ શાહ તેમજ શહેરના વરિષ્ઠ અને નામાંકિત નાગરિકો, પોલીસ અધિકારીશ્રીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા…

દેશ ભક્તિના ખાસ ગીત સંગીત સાથે કચ્છવાસીઓને દેશ ભક્તિના રંગે રંગાયો દીધા હતા…

તો સ્વર ડાન્સ એકેડમીની દીકરીઓએ દેશભક્તિના ગીત સાથે કૃતિ રજૂ કરીને ઉપસ્થિત લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા…

અક્ષય શૈલેષભાઈ જાની એન્ડ ઓર્કેસ્ટ્રા પાર્ટીના સનગાથે દેશભક્તિ ગીત સંગીત સાથે લોકોએ દેશભક્તિના રંગે રંગાયા હતા…

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-