વર્ષ 2025ના ગણતંત્ર દિવસના પર્વના પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના ૯૪૨ કર્મચારીઓને સન્માનિત કરાયા

copy image

આજે વર્ષ 2025ના ગણતંત્ર દિવસના પર્વના દિવસે પોલીસ, ફાયર, હોમ ગાર્ડ અને નાગરિક સુરક્ષા અને સુધાર સેવાઓના ૯૪૨ કર્મચારીઓને વીરતા/ સેવા પદકથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે. જેમાં ૯૫ જવાનોને વીરતા પદક, ૧૦૧ને સ્પેશિયલ સર્વિસ માટે રાષ્ટ્રપતિ પદક, ૭૪૬ને સરાહનીય સેવા માટે પદકને સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના ૧૧ પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પદકથી સન્માનીત કરાશે. પ્રશંસનીય સેવાઓ બદલ પોલીસ અધિકારીઓને સન્માનિત કરવામાં આવશે જેમાં કચ્છ બોર્ડર રેન્જ આઇજી ચિરાગ કોરડીયા, આઇપીએસ નિલેશ જાજડિયા, અશોક પાંડોર, કોન્સ્ટેબલ દેવદાસ બારડ, સુરેન્દ્રસિંહ યાદવ, હિરેન વરણવા, બાબુ પટેલ અને હેડ કોન્સ્ટેબલ મુકેશ નેગી તેમજ હેમાંગ મોદી સહિતના તમામ ૯ પોલીસકર્મીને રાષ્ટ્રપતિ પદકથી સન્માનિત કરાશે તેમજ વિશષ્ટ સેવા માટે બ્રજેશકુમાર ઝા તથા દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા પણ સમાવિષ્ટ છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
