અબડાસાના મોટા કરોડિયા પાસે ગેરકાયદે બ્લેક ટ્રેપ ભરેલ ટ્રક સાથે ચાલકની અટક
અબડાસા ખાતે આવેલ મોટા કરોડિયા પાસે ગેરકાયદે બ્લેક ટ્રેપ ભરેલ ટ્રક સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કોઠારા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન મોટા કરોડિયાના બસ સ્ટેન્ડ નજીક બ્લેક ટ્રેપ (ખનિજ) ભરેલી ટ્રક આવતા તેને અટકવવામાં આવેલ હતી. બાદમાં આ ટ્રકના ચાલકને બ્લેક ટ્રેપ અંગેના રોયલટી કે આધાર-પુરાવા વિશે પૂછતાછ કરતાં તે રજૂ કરી શક્યો ન હતો. જેથી વાહન ડિટેઈન કરી ખાણ-ખનિજ વિભાગને રિપોર્ટ કરવામાં આવેલ હોવાની વિગતો સામે આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
