અંજારના મોડવદરમાં ડમ્પર હડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત

copy image

અંજાર ખાતે આવેલ મોડવદરમાં ડમ્પર હડફેટે એક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23ના અંજારના મોડવદર ગણેશ મંદિર નજીક બન્યો હતો. અહી હતભાગી યુવાન કાર પાર્ક કરીને માર્ગ ઓળંગી રહ્યો તે સમયે અજાણ્યા ડમ્પરના ચાલકે યુવાનને હડફેટે લેતા આ યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. જાણવા મળી રહ્યું છે કે ગંભીર ઇજાઓના પગલે આ યુવાનનું બનાવસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે ડમ્પરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
