નખત્રાણાના કોટડામાં બનેલ ચકચારી લૂંટના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી ઈશમો ચાર દિવસના રીમાન્ડ હેઠળ
copy image

નખત્રાણાના કોટડામાં બનેલ ચકચારી લૂંટના પ્રકરણમાં સંડોવાયેલ આરોપી શખસોના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કોટડામાં સોની નીલેશકુમાર બસ સ્ટેશન ખાતેની તેમની સોનાં-ચાંદીની દુકાન બંધ કરી સોનાં-ચાંદીના ઘરેણાના બે થેલા લઈ જઈ રહ્યા હતા તે દરમ્યાન માર્ગમાં ત્રણ ઈશમોએ છરીની અણીએ લૂંટ મચાવી હતી. ત્યારે આ ગુનાના આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આ ત્રણે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
