આર.ઈ. પાર્ક માથી ટ્રેક્ટરની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

 ખાવડા નજીકથી  એક ટ્રેક્ટરને ચોરી થયેલ હોવાનો મામલો પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ચોરીનો બનાવ આર.ઈ. પાર્ક ખાતેની અદાણી કંપનીની લેબર કોલોનીમાં બન્યો છે. સ્વરાજ કંપનીનું ટ્રેક્ટર એક લાંબી ટ્રોલી સાથે એ.વી. એન્ટરપ્રાઈઝ જે આર.ઈ. પાર્ક ખાતે ભાડે આપવામાં આવેલ હતું. વધુમાં માહિતી મળી રહી છે કે ગત તા. 22/1ના સાંજના સમયે ટ્રેક્ટરના ચાલકે અદાણીની લેબર કોલોનીમાં આ ટ્રેકટર પાર્ક કર્યું હતું. બાદમાં બીજા દિવસે સવારે આ ટ્રેક્ટર ગાયબ જણાયું હતું. રાત વચ્ચે અહીથી ટ્રેકટર ગાયબ થઈ જતાં પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-