સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી : માછીમારોએ બચાવ્યો

image-214

ભરૂચમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જ્યાં સુરતના યુવકે આર્થિક તંગીથી કંટાળીને નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. સદનસીબે, આ ઘટના સમયે ત્યાંથી પસાર થતા લોકોએ તરત જ સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરતાં તેમણે નર્મદા નદીમાં માછીમારી કરી રહેલા નાવિકોને જાણ કરતાં માછીમારોએ તાત્કાલિક નર્મદા મૈયા બ્રિજ નીચે પહોંચી પાણીમાં ડૂબી રહેલા યુવકને બચાવી લીધો અને સલામત રીતે કિનારે લાવ્યા. યુવક આઘાતમાં હોવાથી કોઈ માહિતી આપી શકતો ન હતો, પરંતુ તેના ખિસ્સામાંથી મળેલા આધારકાર્ડ પરથી તેની ઓળખ થઈ હતી.
સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે યુવકના પરિવારજનોનો સંપર્ક કર્યો છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણોની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-