ભરૂચમાં HONEY SPAની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપરની પ્રવૃત્તિ ચલાવનાર સંચાલક તથા માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરતી ભરૂચ શહેર “એ” ડીવીઝન પોલીસ

પોલીસ ઇન્સ્પેકટર વી.યુ.ગડરીયા ભરૂચ શહેર “એ” ડીવી.પો.સ્ટે. નાઓના માર્ગદર્શન તથા સુચનાઓના આધારે પોલીસ ઇન્સપેક્ટર કે.આર.વ્યાસ તથા સર્વેલન્સ ટીમના પો.સબ.ઇન્સ. એ.વી.શિયાળીયા તથા સ્ટાફનાઓ દ્વારા "ભરૂચ શહેર વિસ્તારમાં શ્રવણ ચોકડી પાસે આવેલ રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષમાં HONEY SPA ની આડમાં કુટણખાનું ચાલતુ હોય" તે જગ્યાએ વેરીફાઇ કરવા ડમી ગ્રાહક મોકલતા સ્પા/મસાજ કરવાના બહાને રાખેલ યુવતીઓ પાસે અનૈતિક દેહવ્યાપાર કરાવી હાલમાં કુટણખાનું ચાલતુ હોવાની મળેલ માહિતીના આધારે શ્રવણ ચોકડી પાસે આવેલ રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષમાં HONEY SPA ઉપર જઇ રેઇડ કરી HONEY SPA ની આડમાં કુટણખાનું ચલાવનાર સંચાલક તથા માલિક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.જેઓ વિરૂધ્ધ ભરૂચ શહેર "એ" ડીવી.પો.સ્ટે. ધી ઇમોરલ ટ્રાફિકીંગ પ્રિવેન્સ એકટની કલમ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
અલ્તાફ s/o હમીદખાન અલી, ઉ.વ.૩૨, ધંધો.નોકરી, હાલ રહે.દુકાન નં.૨૦૫, રંગ પ્લેટીનમ કોમ્પલેક્ષ, શ્રવણ ચોકડી પાસે, બાયપાસ રોડ, તા.જી.ભરૂચ.
વોન્ટેડ આરોપી
ઇસીપ અરૂણભાઇ પટેલ, રહે.નવજીવન સોસાયટી, ભરૂચ.
રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
