ભાવનગરમાં જુની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થતાં ચાર ઘાયલ

copy image

copy image

ગુજરાતના ભાવનગરમાં જુની અદાવતને લઈને બે પક્ષ વચ્ચે મારામારી થતાં ચાર લોકો ઘાયલ બન્યા છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ભાવનગરના ઘોઘા તાલુકાના કરેડા ગામમાં બન્યો છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ  અહી રહેતા ગોહેલ અશોકસિંહને તે જ ગામમાં રહેતા ભુપતભાઈ સોલંકી સાથે જૂની અદાવતને લઈને અગાઉ પણ બોલાચાલી થઈ ગયેલ હતી. ત્યારે આ બોલાચાલી  ઉગ્ર સ્વરૂપે પહોંચી જતાં આ મામલો હાથા પાઈ સુધી પહોંચ્યો હતો. આ ઝગડામાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-