વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક શખ્સે ઝેરી દવા ગટગટાવી

copy image

વ્યાજખોરોનો આતંક દિન પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે વ્યાજખોરોના ત્રાસના કારણે વધુ એક શખ્સે જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ રાજ્યના બોટાદ-ભાવનગર રોડ પરના વાડી વિસ્તારમાં વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. મૃતકે પોતાના ભાણેજ માટે અન્ય લોકો પાસેથી 8% લેખે 8.50 લાખ રૂપિયા વ્યાજે લઈને અપાવ્યા હતા. બાદમાં મૃતકનો ભાણેજે પૈસા આપ્યા ન હતા. અને બાદમાં શખ્સો મૃતક પાસે પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી કરી રહ્યા હતા. ત્યારે આ વ્યક્તિએ વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
