રાજકોટમાં ફરી એક વખત માર્ગ અકસ્માતમાં વૃદ્ધાએ જીવ ગુમાવ્યો

copy image

રાજકોટ શહેરમાં ફરી એક વખત માર્ગ અકસ્માતમાં એકે જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવી રહ્યો છે. ત્યારે આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રસ્તામાં માર્ગ ઓળંગી રહેલ વૃદ્ધાને બાઈક ચાલકે હડફેટમાં લેતા તેમનું મોત નીપજયું છે. આ બનાવ ગત તા. 23 જાન્યુઆરીના રોજ સવારના સમયે બન્યો છે. જેમાં ગોંડલ રોડ પર પુરપાટ આવતા બાઈક ચાલકે રસ્તો ઓળંગી રહેલા વૃદ્ધાને અડફેટે લીધા હતા.સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત નીપજયું છે.વધુમાં માહિતી મળી રહી છે કે, આ સમગ્ર ઘટનાની સીસીટીવી ફૂટેજ વાઈરલ થઈ છે.