ફતેહગઢમાં મહિલાની છેડતી કરી મારામારી કરનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

fir

copy image

copy image

  રાપર ખાતે આવેલ ફતેહગઢમાં મહિલાની છેડતી કરી મારામારી કરનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ રાપરના ફતેહગઢમાં ગત તા. 25/1ના બપોરના સમયે બન્યો હતો. આરોપી ઈશમે એક 25 વર્ષીય મહિલાને તું મારી સામે કેમ જોતી નથી, મારાથી વાત કરતી નથી, તેમ કહી અને બાદમાં તેની કરી હતી. રાડારાડના પગલે મહિલાનો પતિ આવી પહોંચ્યો હતો. બાદમાં અન્ય શ્ખ્સોએ આરોપી સાથ મળી અને ઝપાઝપી કરી તેને માર માર્યો હતો. ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તેથી આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-