જામનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા વિધાર્થીએ આંખ ગુમાવી

copy image

જામનગરમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ તકરારએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા ધોરણ 3માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીને આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ બનાવ જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત યાદવનગર વિસ્તારની સરકારી પ્રાથમિક શાળામાં બન્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે કોઈ બાબતે બે વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થતા ધોરણ-3માં અભ્યાસ કરતા એક વિધ્યાર્થીએ શેખર ચૌહાણની આંખમાં પેન મારી દીધી હતી, જેના કારણે શેખર ચૌહાણની જમણી આંખ ફૂટી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે હાલ આ વિધ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-