છોટાઉદેપુરના જેતપુરમાં બે દીપડા વચ્ચે યુદ્ધ બાદ એક દીપડો કૂવામાં પડી જતાં રેસક્યું મિશન હાથ ધરાયું : દીપડાને બચાવી અને સુરક્ષિત જંગલમાં મુક્ત કરાયો
છોટાઉદેપુર ખાતે આવેલ પાવી જેતપુરના હરખપુર ગામમાં બે દીપડા વચ્ચે યુદ્ધ બાદ એક દીપડો કૂવામાં પડી જતાં રેસક્યું મિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ જેતપુરના હરખપુર ગામમાં આ બનાવ બન્યો હતો. અહી બે દીપડા વચ્ચે થયેલી લડાઈમાં એક દીપડો ખેતરમાં આવેલા કૂવામાં પડી ગયો હતો. આ ઘટનાની જાણ જેતપુરના વન અધિકારીને કરવામાં આવતા તેઓ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને દીપડાને બચાવવા અંગેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આ ટીમે કૂવામાં પીંજરું ઉતાર્યું હતું અને લગભગ અડધા કલાક જેટલા સમય બાદ દીપડો પીંજરામાં પ્રવેશ્યો અને દોરડાની મદદથી પીંજરાને કુવામાંથી બહાર કઢાયું હતું. આ દીપડાનું મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મોડી રાત્રે તેને કલારાણીના જંગલમાં સુરક્ષિત રીતે મુક્ત કરી દેવાયો હતો.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
