ખારીરોહર નજીક પગપાળા જઈ રહેલ યુવાન અચાનક ઢળી પડ્યો : હોસ્પિટલમાં બેભાન હાલતમાં જ થયું મોત

copy image

ગાંધીધામ ખાતે ખારીરોહર નજીક અચાનક ચાલતા ચલાતા પડી જવાથી એક શખ્સનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ ગત તા. 14ના બન્યો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખારીરોહર નજીક આવેલ આયુષ કંપની નજીક હતભાગી અજ્ઞાત શખ્સ પગપાળા જઈ રહ્યો હતો તે સમયે અચાનક પડી જતાં બેહોશ થઈ ગયેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ શખ્સને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ યુવાને ગત તા. 23ના બેભાન હાલતમાં જ દમ તોડી દીધો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
