માંડવીના દરશડી નજીક સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં વાંઢના શખ્સનું ઘટના સ્થળે જ મોત

accident

copy image

copy image

  માંડવીના દરશડી નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું છે. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત 29ના રાત્રિના સમયે માંડવી તાલુકાના દરશડીથી વાંઢ જતા માર્ગ પર બન્યો હતો. હતભાગી હીરજીભાઈ ખીમજીભાઈ સંઘાર પોતાના ઘરે વાંઢ જઈ રહ્યા હતા. તે સમયે કોઈ અજાણ્યા વાહનના ચાલકે  હડફેટે લેતા હીરજીભાઈ આ અકસ્માતના શિકાર બન્યા હતા. સર્જાયેલ અકસ્માતમાં માથા સહિતના ભાગમાં ગંભીર ઇજાઓના પહોંચતા હીરજીભાઈનું બનાવસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-