પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે નજીક ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : 9 નાં ઘટના સ્થળે જ મોત 15 ઘાયલ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે પંજાબના ફીરોજપુર-ફાજિલ્કા હાઇવે નજીક ટ્રક અને પિકઅપ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 9 લોકોના બનાવ સ્થળે જ મોત નિપજ્યાં છે જ્યારે 15થી વધુ લોકો ઘાયલ થયા છે. આ બાનવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લગભગ ફીરોજપુરથી પિકઅપમાં બેસીને જલાલાબાદ કોઇ કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યા હતા તે દરમ્યાન રોડની બાજુમાં ઉભેલા ટ્રક સાથે પિકઅપની જોરદાર ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં 9 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ બનાવ અંગેની જાણ થતાં રોડ સેફ્ટી ફોર્સએ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. આ બનાવમાં 15થી વધુ લોકોને ઘાલ થયા છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-