નીરોણા પો.સ્ટે. ના ચોરીની કોશિશના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ-કચ્છ ભુજ

બોર્ડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજના ઓએ પેરોલ, ફર્લો,વચગાળા, જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર રાવલ તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે,

નીરોણા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૯૬/૨૦૨૪ બી.એન.એસ. કલમ ૬૨, ૩૨૪(૫) વિગેરે મુજબના ગુના કામે ધરપકડથી નાસતો ફરતો આરોપી નદીમ અલીમામદ મોખા, ઉ.વ. ૨૬, ધંધો મજુરી, રહે. નાના વરનોરા, તા. ભુજવાળો હાલમા અમન નગર ચાર રસ્તા પાસે આવેલ માઝ ટી હાઉસ પાસે હાજર હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ જઇ મજકુરને બી.એન.એસ.એસ. કલમ ૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે નીરોણા પો. સ્ટે. ખાતે જાણ કરવામાં આવેલ છે અને આરોપીને ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે.

ઉપરોકત કામગીરીમાં પેરોલ ફર્લો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે. બારીયા સાથે સ્ટાફના એ.એસ.આઇ. રુદ્રસિંહ જાડેજા તથા હરિલાલ બારોટ તથા પો.હેડ.કોન્સ. ધર્મેન્દ્ર રાવલ તથા કનકસિંહ ગોહિલ તથા વિમલભાઇ ગોડેશ્વર તથા પો.કોન્સ બલવંતસિંહ જાડેજા તથા ઉપેંદ્રસિંહ ઝાલા તથા નીરૂબેન મુળી તથા ડ્રા.પો.હે.કો. સુરેશભાઈ ચૌધરીનાઓ જોડાયેલ હતા.

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) ભુજ શહેર બી ડીવીઝન રૂ.ગુ.ર.નં.૧૯૪/૨૦૧૯ ઇપીકો કલમ ૪૨૯, ૨૯૫(એ), ૧૧૪ તથા પશુ સંરક્ષણ અધિનિયમ કલમ ૫(૧).૧૬, ૬(ખ). (૧). ૮(૨)(૪) તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાની કલમ

૧૧(એલ) મુજબ

(ર) માનકુવા પો.સ્ટે. ૧૩૧/૨૦૨૨ ઇપીકો કલમ ૩૭૯

(૩) પધ્ધર પો.સ્ટે. ૪૩૯/૨૦૨૩ ઇપીકો કલમ ૩૭૯