ભુજ મધ્યે મહેરઅલી ચોક પાસે આવેલ સંગીત સાડીની દુકાનમા થયેલ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ સરહદી બોડર રેન્જકચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.જે.ક્રિચ્યન સાહેબ ભુજ વિભાગ-ભુજ નાઓએ મિલ્કત સબંધી ગુનાઓના ભેદ ઉકેલી પકડવા ખાસ સુચના આપેલ,

જે અન્વયે ભુજ શહેર એ ડીવીઝન પો.સ્ટે. પાર્ટીએ ગુ.૨નં.-૦૧૦૭/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૩૧(૪),૩૦૫(એ) મુજબનો ગુન્હો તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ રજીસ્ટર થયેલ હોઇ જે ગુંના કામે રોકડા રૂપિયા સાડી,ડ્રેસ એમ કુલ્લ રૂ.૩૯,૦૦૦/- નો મુદ્દામાલ ગયેલ હોઇ અને સદર ગુના કામનો આરોપી કોઈ અજાણ્યો ઇસમ હોઈ જે આરોપીને પકડવા સારુ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સના મદથી આરોપીને પકડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.રાજુભા સતુભા જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે સદર ગુના કામનો આરોપી ભુજ મુંદ્રા રોડ પર આવેલ શશન મંદીરની સામે શિવ પારસ સોસાયટીમા પોતાના રહેણાક મકાનમા હાજર હોઇ જેથી મજકુર ઇસમને પોતાના હેણાક મકાનથી હસ્તગત કરી પો.સ્ટે ખાતે લઇ આવી સદર ગુંના કામે પુછપરછ કરતા સદર ગુંનો પોતે કરેલ હોવાની કબુલાત આપતો હોઈ જેથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા આ કામની આગળની વધુ તપાસ પો.સબ.ઇન્સશ્રી જે.જે.રાણાનાઓ ચલાવી રહે છે.

પકડાયેલ આરોપી:-

(૧) રામજી ઉર્ફે ગબ્બર વિશ્રામ વાઘેલા (દેવીપુજક) ઉ.વ-૨૧ રહે- હાલ શનિ મંદીર સામે શિવ પારસ સોસાયટી મુંન્દ્રા રોડ ભુજ મુળ રહે-સર્વા મંડપ શક્તિ હોટલ પાછળ ભુજ.

આરોપી પાસેથી રીકવર કરેલ મુદ્દામાલ :-

(૧) રોકડા રૂપિયા-૫૦૦૦/-

(૨) સાડીઓ નંગ-૧૨ જેની કિ.રૂ.૨૪,૦૦૦/-

(૩) ડ્રેસ નંગ-૧૦ જેની કિ.રૂ.૧૦,૦૦૦/-

એમ કુલ્લે રૂ.૩૯,૦૦૦/-

1:07 pm

આરોપીનો ગુનાહિત ઇતિહાસ:-

(૧) ભુજ શહેર એ ડિવી.પો.સ્ટે.ગુ.૨.નં.૦૩૨૬/૨૦૨૧ આઇ.પી.સી.ક.૪૫૭,૪૫૪,૩૮૦ મુજબ

આ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓઃ-

ઉપરોકત કામગીરીમાં પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. જે.જે.રાણા તથા પોલીસ સ્ટાફના કર્મચારીઓઓ જોડાયેલા હતા.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-