અંજાર મુંદ્રા રોડ પર આવેલા વિજય નગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ
સૂત્રો જણાવી રહયા છે અંજાર મુંદ્રા રોડ પર આવેલા વિજય નગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત થતી વિગતો મુજબ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહી દરમ્યાન કાચા દબાણો તોડી પાડવામાં આવેલ હતા. આ સમયે ગરીબ વર્ગને જ નિશાન બનાવાતા હોવાના આક્ષેપો પણ ઉઠયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જુની કોર્ટ નજીકના વિસ્તારમાં ખડકાયેલ દબાણ દૂર કરવા માટે સુધરાઈ દ્વારા અગાઉ નોટિસ આપાઈ હોવા છતાં દબાણો ન હટાવાતા સુધરાઈ, પોલીસ તંત્ર, મામલતદાર, સીટીસર્વે, પી. જી.વી.સી.એલના અધિકારીઓની હાજરીમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
