મકાન તોડવાની કામગીરી સમયે દીવાલ પડતાં 6 વર્ષીય માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

copy image

copy image

અંજાર શહેરમાં મકાન તોડવાની કામગીરી કરતી સમયે દીવાલ તૂટીને 6 વર્ષીય માસૂમ બાળકી પર પડતાં તેને જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 30/1ના અંજારના ઓમનગર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. અહી સવારના સમયે આ બનાવ બન્યો હતો. અહી કમલેશભાઈ માતંગનું મકાન તોડવાનું કામ ચાલી રહ્યું હતું. જે.સી.બી.એ બકેટથી દીવાલ પાળી હતી.તે સમયે નીચે રમતી  આ બાળકી  પર દીવાલ પડતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જાણવા મળી રહ્યું છે કે ગંભીર ઇજાઓના પગલે આ બાળકીએ જીવ ગુમાવ્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-