ચેક પરતના કેસમાં આરોપીને 1 વર્ષની કેદ

copy image

ચેક પરતના કેસમાં આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી કોર્ટે 12 માસની કેદની સજા તથા રૂા. 1,20,000નો દંડ ફટકાર્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ફરિયાદી નીરવ અશોક ઠક્કરે આરોપી શખ્સને મિત્રતાના સંબંધે રૂા. 80,000 ઉધાર આપેલ હતા. જે બદલ ચુકવણી પેટે આપવામાં આવેલ ચેક પરત ફર્યો હતો. જેથી કોર્ટમાં ધા નખાઈ હતી. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી અને 12 મહિનાની કેદની સજા તેમજ રૂા. 1.20 લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત આદેશનું પાલન કરવામાં ન આવે તો વધુ છ માસની કેદનો હુકમ કર્યો હતો.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
