વર્ષ 2018ના ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી શખ્સ એક વર્ષ માટે જેલના હવાલે કરાયો

jail

copy image

copy image

વર્ષ 2018ના ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી શખ્સને એક વર્ષની કેદ તેમજ ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ જાહેર કરાયો છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ 2018માં ઉધાર આપવામાં આવેલ નાણાંની ચૂકવણીની પેટે ફરિયાદી રાજેશકુમાર શામજીભાઈ મહેશ્વરીને આરોપી શખ્સે રૂા. 5,00,000ની લેણીની રકમનો ચેક આપેલ હતો. આ ચેક પરત ફરતા કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-