મહારાષ્ટ્રમાં GBSના કારણે 4ના મોત : એક્ટિવ કેસની સંખ્યાનો આંકડો 140એ પહોંચ્યો
મહારાષ્ટ્રમાં ગુલિયન-બેરી સિન્ડ્રોમ-Guillain Barrie Syndromeના કારણે 4 ના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં જ હાલ સુધીમાં શંકાસ્પદ એક્ટિવ કેસની સંખ્યાનો આંકડો 140 સુધી પહોંચ્યો છે. જેમાં 98માં GBSની પુષ્ટિ થઈ ચૂકી છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કી GBSમાં ચોથો 60 વર્ષીય શંકાસ્પદ વ્યક્તિ મહારાષ્ટ્રના સિંહગઢ રોડના ધાયરી વિસ્તારનો હોવાનું સામે આવ્યું હતું જેનું ગત તા. 31 જાન્યુઆરીના રોજ મોત થયું છે. પરંતુ ડોક્ટરોનું કહેવું છે કે, કાર્ડિયાક અરેસ્ટના કારણે તેમનું મોત થયું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-