અંજારના ખોખરામાંથી 43 લાખના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ
સૂત્રો જણાવી રહ્યા છે રેન્જ સ્તર સાયબર ક્રાઈમ પોલીસ ટુકડીએ અંજારના ખોખરામાંથી 43 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ સાયબર ક્રાઈમ પોલીસ ટીમએ ખોખરાની એક વાડીમાં રેડ પાડી કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન અહીથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની 748 પેટી જેટલી પેટીઓ કબ્જે કરાઈ છે. ઉપરાંત દારૂના જથ્થા સાથે એક શખ્સની અટક કરવામાં આવેલ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કારી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-