ચૂડવાના પરીવારને અકસ્માત નડ્યો : એક જ પરીવારના ત્રણ સભ્યોના મોત
રાધનપુર સાંતલપુર હાઇવે પર ચૂડવાના પરીવારને અકસ્માત નડ્યો હતો જેમાં ત્રણ સભ્યોના મોત થયા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ બામરોલી ગામ નજીક ગાંધીધામ તાલુકાના પરિવારની સ્કોર્પિયો ગાડી પલટી મારી જતાં પતિ, પત્ની અને કુમળી વયના બાળક સહિત ત્રણના મોત થયા છે. ઉપરાંત બાળકો સહિત અન્ય સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગાંધીધામ ખાતે આવેલ ચુડવા ગામના ઉસ્માનભાઈ કોરેજા પોતાના પરિવાર સાથે ઊંઝા નજીક ઉનાવા ગામે આવેલી પ્રસિદ્ધ દરગાહ જઈ રહ્યા હતા તે સમયે બામરોલી ગામ નજીક સ્કોર્પિયો ગાડી કોઈ કારણોસર પલટી મારી જતાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં પતિ પત્નિનું ગંભીર ઈજાઓથી ઘટના સ્થળે જ મોત થયું હતું તેમજ અન્ય સાત જણા ઇજાગ્રસ્ત થયા હતા.બનાવની જાણ થતાં જ તુરંત 108 તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ વાન મારફતે ઇજાગ્રસ્તોને રાધનપુર અને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. આ બનાવમાં એક જ પરિવારના ત્રણ જણાના મોત થતાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-