લાખાપરમાં 20 વર્ષીય યુવતીએ જાત જલાવી જીવન ટૂંકાવ્યું
મુંદરા ખાતે આવેલ લાખાપરમાં 20 વર્ષીય યુવતીએ કોઈ કારણે જાત જલાવી જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ લાખાપરમાં રહેતી 20 વર્ષીય ટ્વિંકલબેન ખેતશીભાઈ મહેશ્વરી નામની યુવતીએ જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. હતભાગી યુવતી પોતાના ઘરે હાજર હતી તે દરમ્યાન કોઈ અગમ્ય કારણે કલરમાં નાખવાના ટરપેન્ટરને શરીરે છાંટી જાત જલાવી અંતિમ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-