સુરતમાં 12 વર્ષીય માસૂમે ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત
સૂત્રો જણાવી રહ્યા છે કે, સુરતમાં વધુ એક ગમગીની ફેલાવે તેવો બનાવ સામે આવ્યો છે. ઉમરવાડામાં ધો.7ની વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ મોતને ભેટી ગઈ હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલમાં સુરતના ઉમરવાડામાં આવેલા રાજીવનગરમાં રહેતા પરીવારમાં આ બનાવમાં બન્યો છે. આ પરીવારની 12 વર્ષીય પુત્રી સંજોગતા બોમ્બે માર્કેટ નજીક મનપા સંચાલિત પ્રાથમિક શાળામાં ધો.7માં અભ્યાસ કરતી હતી. આ વિધ્યાર્થિનીએ કોઈ કારણોસર ઘરમાં છતની એંગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. આ બાળકીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-