મુંદ્રા ખાતે આવેલ ઝરપરામાં 56 હજારના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એકની ધરપકડ
મુંદ્રા ખાતે આવેલ ઝરપરામાં 56 હજારની કિમતના 5.630 કિલો માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પેટ્રોલિંગ દરમ્યાન પ્રાપ્ત થયેલ પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ખોયડી વાડી વિસ્તારમાં આવેલા આરોપીના કબજાના રહેણાકના મકાનમાં રેડ પાડતા તેમાંથી જુદા-જુદા પેકેટમાં માદક પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો, પોલીસે આ સ્થળ પરથી કિં. રૂા. 56,300ના 5.630 કિલોગ્રામ જથ્થા સહિત કુલ 61,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-