બારોઈમાં 27 વર્ષીય યુવાનનો આપઘાત
મુંદ્રા ખાતે આવેલ બારોઈમાં 27 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુંદ્રાના બારોઈમાં રહેતા 27 વર્ષીય શૈલેશભાઈ જગદીશભાઈ ફફલ નામના યુવાને જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. આ યુવાન ઘરે હાજર હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર રૂમની છતમાં લોખંડના સળિયામાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-