અંજારના નાગલપરમાં 20 વર્ષીય યુવતીનો આપઘાત

copy image

copy image

અંજાર તાલુકાનાં નાગલપરમાં 20 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધુ હતું. આ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના નાગલપરમાં રહેનાર 20 વર્ષીય નંદની આહીર નામની યુવતી ગત દિવસે સવારના સમયે પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ બનાવ અંગે આગળની વધુ તપાસ આરંભી છે.