ગાંધીધામ શહેરમાં અગમ્ય કારણોસર 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

copy image

ગાંધીધામ શહેરમાં અગમ્ય કારણોસર 26 વર્ષીય યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકું કર્યું. સૂત્રોમાંથી પ્રાપ્ત થતી માહિતી મુજબ કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેતા યુવાને પોતાના ઘરમાં ગત બપોરે એક વાગ્યાના અરસામાં કોઈ અગમ્ય કારણોસાર ગળેફાંસો ખાધો હતો. તેમને રામબાગ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જતાં ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. આ યુવાને ક્યા કારણોસર આ પગલું ભરી લીધું હશે તેની આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.