માંડવી તાલુકાના ગઢશીશા ગામેથી માદક પદાર્થ ગાંજા સાથે ઇસમને પોલીસે જડપ્યો
copy image

માંડવી તાલુકાના ગઢશીશા ગામેથી માદક પદાર્થ ગાંજા સાથે ઇસમને ઝડપી પોલીસે કાર્યવાહી કરી હતી. સૂત્રોમાંથી પ્રાપ્તથતી માહિતી અનુસાર ગઈકાલે ગઢશીશા પોલીસને બાતમી મળતા ગામના રાતાતળાવ પાસેથી યુવાનને ઝડપી તેની તલાસી લીધી હતી. તે દરમ્યાન તેની પાસેથી માદક પદાર્થ ગાંજો 28.89 ગ્રામ કિં. રૂા. 1445 સાથે ઝડપી લીધો હતો. ઈસમ પાસેથી પોલીસે એક્ટિવા કિં. રૂા. 15,000, એક મોબાઈલ કિં. રૂા. 5000, રોકડા રૂા. 1070 અને રૂા. 1445ના ગાંજો એમ કુલ રૂા. 22,515ના મુદ્દામાલ સાથે જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.