ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી શખ્સ એક વર્ષ માટે જેલમાં ધકેલાયો

jail

copy image

copy image

   ચેક પરત ફરવાના પ્રકરણમાં આરોપી શખ્સને એક વર્ષની સાદી કેદ ફટકારવામાં આવીલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ કેસના ફરિયાદી ભરતભાઈ લક્ષ્મણભાઈ બોરીચાએ આરોપીને રૂા. એક લાખ આપેલ હતા. જે બદલ આપવામાં આવેલ ચેક બેંકમાં જમા કરવાતાં તે ચેક વગર ચૂકવેલ પરત ફર્યો હતો જેથી ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ કેસમાં કોર્ટને બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદ તથા ચેકની બમણી રકમ 30 દિવસમાં વળતર રૂપે ચૂકવવાનો હુકમ કર્યો છે.