વેલ્ડિંગ કામ કરતી વેળાએ વીજ શોક લાગતાં ઉત્તરપ્રદેશના યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

વેલ્ડિંગ કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના યુવાનને વિજશોક ભરખી જતાં તેનું મોત થયું હતું. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મુળ ઉત્તરપ્રદેશનો હાલ ભુજમાં ફાયર સ્ટેશનની બાજુમાં રહેતો તેમજ વેલ્ડિંગ કામના વ્યવસાય જોડાયેલો વિનોદ યાદવ ગત દિવસે બપોરના સમયે ભુજમાં ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડિંગ કામ કરી રહ્યો હતો તે સમયે તેને વીજળીનો શોક લાગ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત્ત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.