ભુજમાં 29 વર્ષીય મહિલાનો આપઘાત

copy image

ભુજમાં 29 વર્ષીય મહિલાએ ગળેફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના લાયન્સ નગરમાં રહેતા ચાંદનીબેન ગોસ્વામી નામના મહિલા પોતાના ઘરે હાજર હતા તે સમયે પંખામાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ તુરંત તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.