ભચાઉ ખાતે આવેલ વોંધમાં બાવળની ઝાડીઓમાંથી દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

ભચાઉ ખાતે આવેલ વોંધમાં 12 હજારનો દારૂ ઝડપી પાડવામાં આવેલ છે. પરંતુ આરોપી શખ્સ હાજર મળી આવેલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, વોંધની મહારાષ્ટ્ર કોલોનીમાં રહેનાર શખ્સે બાવળની ઝાડીમાં દારૂ સંતાડયો છે. મળેલ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવતા ત્યાથી કુલ રૂા. 12,943નો શરાબ કબ્જે કરાયો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળી આવેલ ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.