મોટી ખાખરમાંથી 93 હજારની રોકડ સાથે પાંચ ખેલીઓની અટક

copy image

મુંદ્રા ખાતે આવેક મોટી ખાખરમાથી પાંચ ખેલીઓને 93 હજારની રોકડ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોટી ખાખરથી ડેપો જવાના માર્ગ પર આવેલ વાડી વિસ્તારમાં બાવળોની ઝાડીમાં સાંજના સમયે અમુક ઈશમો રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા. તે સમયે અહીથી પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડા રૂા. 93 હજાર સહિત કુલ રૂા. 1.18 લાખનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.