કમાગુનાના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે ગામના જ શખ્સની અટક

police

copy image

police
copy image

ભુજના કમાગુનાના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે ગામના શખ્સને પોલીસે ઝડપી પડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે મળેલ પૂર્વ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી જેમાં  ગામના જ એક વ્યક્તિને કમાગુનાની ઉત્તરાદી સીમમાંથી ગેરકાયદેસર રીતે રાખેલી દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી લઈ આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.