મોખાણાની જમીનના ખોટા આધારકાર્ડ અને આધારો બનાવી વેંચી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

ભુજ ખાતે આવેલ મોખાણાની જમીનના ખોટા આધારકાર્ડ અને આધારો બનાવી વેંચી દેનાર આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મોખાણા ગામની સર્વે નં.132 વાળી અને સાહેદ લખમણ હીરા ઢીલાની સર્વે નં.277 વાળી જમીન ગત તા.12/6/23ના ખોટા આધારકાર્ડ અને ખોટા આધારો સાથે વેંચી દેવામાં આવતા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.