ભુજમાં પરીણીતાના આપઘાત કેસમાં સાસુ અને પતિ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે ભુજના લાયન્સ નગરમાં રહેનાર ચાંદનીબેન નામના પરીણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જે પ્રકારણમાં તેમના પતિ અને સાસુ વિરુદ્ધ મરવા મજબુર કરેલ હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ બનાવ અંગે હતભાગીના બહેન દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. જે અનુસાર હતભાગી ચાંદનીબેનએ દીકરીને જન્મ આપતા તેના સાસુ તેને નાની-નાની વાતો મેણા-ટોણા મારી કહ્યું કે, મારા મોટા દીકરાના ઘરે દીકરા છે અને તું મને એક દીકરો જણીને નથી આપી શકતી. બાદમાં હતભાગી ચાંદની બેનની દીકરી માત્ર 15 દિવસની હતી ત્યારે આરોપી તેના પતિ અને સાસુએ મારીને ઘરથી કાઢી મૂકી હતી. ઉપરાંત તેનો પતિ તેને દારૂ પીને અવાર નવાર માર મારી માનસિક ત્રાસ આપતો હતો.પરીણામે ત્રાસથી કંટાળી ફરિયાદીની બહેન ચાંદનીબેને આપઘાત કરી લીધો હોવાનું જણાવાયું છે. પોલીસે આ બનાવ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.