ભચાઉ નજીક ધોરીમાર્ગના ડિવાઈડર તોડી નાખવામાં આવતા પોલીસ માથાએક ફરિયાદ નોંધાઈ
સૂત્રો જણાવી રહ્યા છે કે, ભચાઉ, સામખિયાળી પાસેના ધોરીમાર્ગ પર આવેલ ડિવાઈડરને તોડી સરકારી મિલકતને નુકસાન પહોંચાડનાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છના સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગે 2010માં રોડનું કામ ચાલુ કરવામાં આવેલ હતું. આ કામ વર્ષ 2013માં સંપૂર્ણ થયું હતું. જે સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ હાઈવે લિમીટેડ કંપનીને 2034 સુધીમાં ધોરીમાર્ગનાં મેન્ટેનેન્સની જવાબદારી સોંપવામાં આવેલ છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે રોડમાં કોઈ ખામી જણાય તો અંજારની આશાપુરા એન્ટરપ્રાઈઝ નામની કંપનીએ તે બાબતે ખ્યાલ કરવાની જવાબદારી છે. વધુમાં સૂત્રોનું કહેવુ છે, કંપનીના અધિકારીઓ હાલમાં આ રોડની તપાસ કરવા ગયા હતા જ્યાં ભચાઉ નજીક ભચાઉથી ગાંધીધામ તરફ જતાં માર્ગ નજીક હોટેલ સાગર તથા હોટેલ સતલુજ આગળ ડિવાઈડર તુટેલા હોવાનું સામે આવ્યું હતું. આ સ્થળ પર કોઈ મોટુ વાહન પસાર થઈ જાય ત્યાં સુધીની હદ પર તોડફોડ કરાઈ છે. પરીણામે આ મામલે આ ત્રણેય હોટેલના સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.