અંજાર નજીક ઊભેલા કન્ટેનર ટ્રેઇલરમાં પાછળથી અન્ય ટ્રેઇલર ભટકાતાં ચાલકનું મોત

copy image

copy image

અંજાર નજીક ઊભેલા કન્ટેનર ટ્રેઇલરમાં પાછળથી ટ્રેઇલર ભટકાતાં પાછળનાં વાહનમાં સવાર યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શ્રીનાથજી વર્લ્ડવાઇડ પ્રાઇવેટ લિમિટેડના કન્ટેનર ટ્રેઇલરનો ચાલક મુંદ્રાથી માલ ભરી કડી તરફ જઈ રહ્યો હતો. આ ટ્રેઈલર અંજાર નજીક પહોંચ્યું હતું તે સમયે આગળ જતા વાહનને ઓવરટેક કરવા જતાં આગળ જમણી બાજુ કોઇ રિફ્લેક્ટર વગર ઊભું રાખી દેવામાં આવેલ ટ્રેઇલરમાં તેનું વાહન ભટકાયું હતું, જેમાં ચાલક ગંભીર  રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્ત  થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.