ભીમાસર નજીક બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : બેનાં મોત એક ઘાયલ

copy image

copy image

રાપર ખાતે આવેલ ભીમાસર નજીક બે કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બેનાં મોત થયા તેમજ એક ઇજાગ્રસ્ત થયો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ ગમખ્વાર અને જીવલેણ બનાવ ભીમાસર પાસે આવેલ પાવર હાઉસ નજીક સર્જાયો હતો. આ માર્ગ પરથી પસાર થઇ રહેલી અલ્ટો કાર તેમજ અર્ટિગા કાર બંને સામસામે ધડાકાભેર ટકરાતાં આ અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલ અકસ્માતમાં અલ્ટોમાં સવાર બાબુભાઇ તથા શંભુભાઇને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમજ અન્ય કારમાં સવાર વેલજી રજપૂતને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ ત્રણેય વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા બાબુભાઇ તથા શંભુભા ફરજ પરના તબીબે ઇને મૃત જાહેર કર્યા હતા તેમજ વેલજી રાજપૂતને સારવાર હેઠળ રકહવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.