જવાહરનગર નજીક અજાણ્યા ટ્રક ચાલકે છકડાને હડફેટમાં લેતા પાછળ બેઠેલા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત
copy image

ગાંધીધામના જવાહરનગર નજીક અજાણ્યા ટ્રક ચાલકે છકડાને હડફેટમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 35 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બાનવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ કમલેશ વીરા આહીર અને હતભાગી યુવાન ભીખુગર છકડો લઇને જવાહરનગર બાજુ ગયેલ હતા, જ્યાં કામ પતાવ્યા બાદ આ બંને ગાંધીધામ પરત આવી રહ્યા હતા. ભીખુગર છકડામાં પાછળ બેઠો હતો. તે સમયે પાછળથી માતેલા સાંઢની માફક આવતા ટ્રેઇલરએ છકડાને ટક્કર મારતાં છકડો પલટી ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં પાછળ બેઠેલ યુવાન નીચે ફંગોળાયા બાદ તેનાં માથાં પરથી તોતિંગ વાહકના પૈડા ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ કાર્યવાહી આરંભી હોવાનું સામે આવ્યું છે.